નજર...

આમ નજરથી નજર ન મિલાવશો તમે,
જો નજર મળી ગઈ તો ગમી જઈશું અમે.

નજરમાં તમારી વસી ગયાં તો ભૂલાવી નહીં શકો,
મનમાં ઉછાળા મારતાં આવેગોને સમાવી નહીં શકો.

તમે ચલાવેલા નજરોનાં તિરથી અમે એવાં વીંધાયા,
પારધીનાં એક વારથી જાણે હજારો પંછી ચીંધાયા.

તમારી નજરોની નજરકેદમાં એવા તે ફસાઈ ગયાં,
જાણે મારા પોતાના નયનો જ મારાથી રિસાઈ ગયા.

નજર - નજરમાં જ થઈ જશે બે દિલોનાં ફેરા,
પછી કહેતાં નહીં અમને જણાવ્યું નહોતું તે વેળા.

ક્યારેક થાય સૂરજ ને તમારી વચ્ચે હરીફાઈ અગર,
તો તેને પણ આથમવા મજબૂર કરી દે તમારી નજર.

- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269

【 આપ મારી બીજી રચનાઓ માતૃભારતી એપ પર પણ વાંચી શકો છો. 】

Gujarati Shayri by Badal Solanki : 111053225

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now