ચાહત એક એવી ચીજ છે કે જે કોઇને તેના વગર જરાય ચાલી શકે તેમ નથી ચાહત એટલે આજે આપણે તેને આપણે પ્રેમ શબ્દથી જાણીએ છીએ જયારે કોઇને (છોકરો ને છોકરી) પ્રેમ થઇ જતો હોયછે ત્યારે તમને એક અલગ જ દુનિયા દેખાય છે જાણે કે તેઓએ કોઇ સ્વર્ગમાં પોતાનો પગ મુક્યો હોય...
ના સરખું ખાવાનું ભાવે, ના ઉઘ આવે, ના કોઇ ચેન પડે..મન કહે કે કયારે તેને મળવાનું થાય ને મળીને પ્રેમનો ભરપુર આનંદ લઇ શકાય!
ભગવાને આ બંનેના શરીરની એવી તે રચના કરી છે કે એક બીજા વગર જરાય ચાલે નહિં, ના તેઓ ચલાવી શકે કે ના આ દુનિયા તેના વગર ચાલી શકે...
જમવાના વખતે આપણને જો પાણી ના મળે તો મોં મોં કોળીઓ પણ ઉતરતો નથી તેમ જો આ લોકોને એકબીજાનો મેળ ના થાય તો આગળ કંઇ વિચારવું ઘણુંબધું અસંભવ હોયછે.
પ્રેમ એ જીવનનું પહેલું પગથીયું છે પણ આજકાલ તો લોકો પ્રેમ કર્યા વગર ઓચિંતો કુદકો મારે છે.
એય સાચું છે કયારેક કુદકો મારવામાં ઘણીવાર પ્રેમની પણ જરૂરીયાત હોતી નથી...
આજકાલ ઘણા લોકોને પ્રેમમાં પડવાનું ગમતું નથી..કારણકે પેલી એક ફિલ્મી પંક્તિ છે કે એક આંખ મારુ તો લડકી પટ જાયે ને દુજી આંખ મારું તો ઘણું બધુ થઈ જાય
તલાવમાં ન્હાવા પડનારો માણસ કયારેક પાણીની ઉંડાઇ જોતો નથી બસ પાણી છે ને ચાલો ન્હાઈ લો...બસ ઇચ્છા થઇ ન્હાઈ લો.
એ ખરું કે...
અમારો જમાનો ઓલ્ડ હતો પણ ગોલ્ડ જેવો હતો...કુદકો મારવો અસંભવ તો શું વિચારી પણ ના શકાય તેવો હતો.
પણ આ જમાનો તો ડબલ ગોલ્ડ જેવો કહેવાય...