સલાહ કે માર્ગદર્શન જોઈએ છે.....
સૌથી પહેલા યાયાવર કલારના નમસ્કાર, મિત્રો હું માતૃભારતી પર લેખક છુ. મારી મુશ્કેલી એ છે કે હું ટાઇમસર મારી વાર્તા કે બીજા લખાણ પૂરા કરી શકતો નથી, આપ કશું કહો તે પહેલા હું આપણે જણાવી દવ કે હું સવારે 8.30 થી સાંજના 7.00 વાગ્યા સુધી મારા વ્યવસાય પર હોવ છુ. વચમાં એકાદ બે કલાકનો બ્રેક મળે છે પણ ત્યારે કશું લખવાની કે ટાઈપ કરવાની ઈચ્છા થતી નથી. રવિવારે રજા હોય છે. સાંજે ઘરે આવું ત્યારે મોટેભાગે થાકેલો હોવ છુ કે કશું લખવાનો મૂડ હોતો નથી.
હવે હું આપને મારી લખવાની પધ્ધતિ કહું, સૌથી પહેલા તો મારા મગજમાં વાર્તાનો પ્લોટ આવે છે (ઢગલાબંધ પ્લોટ ભેગા થઈ ગયા છે.) પછી તેને હું મનમાં ગોઠવું છુ ત્યાર બાદ ચોપડમાં તેને જે તે સ્વરૂપે લખું છું, ત્યાર બાદ તેને કોમ્પુટરમાં ટાઈપ કરું છુ, ત્યારબાદ વાર્તામાં ટાઈપમાં થયેલી ભૂલો સુધારવી, યોગ્ય શબ્દો, યોગ્ય ઘટનાક્રમ, જોડણીની ભૂલો સુધારવી આ બધી ક્રિયાઓ લગભગ આખી વાર્તા ફરીથી ટાઈપ કરવા જેટલી જ મહેનત કરાવે છે અને અંતે વાર્તાને આખરી ઓપ આપું છુ અને પ્રકાશિત કરું છુ.
આ બધી ક્રિયાઓ ખૂબજ સમય અને મહેનત માંગી લે છે, જેને કારણે હું ક્યારેય ટાઈમસર મારૂ લખાણ પૂરું કરી શકતો નથી , બીજા લેખકમિત્રો કઈ રીતે યોગ્ય સમયે પોતાનું કામ પૂરું કરી લે છે તેનું મને આશ્ચર્ય થાય છે
મિત્રો આ બાબત આપની પાસે મારા માટે કોઈ સલાહ, સૂચન કે પધ્ધતિ હોય તો ચોક્કસ તે મારા સુધી પહોચાડવા નમ્ર વિનંતી
.
યાયાવર કલાર
94274 11600