વ્યર્થ જ લોકોને પ્રેમ મેં વહેંચ્યો મારો,
તું તરસે પ્રેમ માટે અને જા હું તને ના મળુ..
અપમાન કર્યું છે તે મારું, મારા પ્રેમને ઠુકરાવીને,
હવે તો તને તો શું, પ્રેમને પણ ના મળુ..
ક્યારેક તો તું કરીશ વિનંતી, કે આવ પાછો મારી જિંદગીમાં,
બસ ત્યારે જ મારા શ્વાસ અટકે અને હું તને ના મળુ..
તારા એક એક શ્વાસે લખ્યું છે મારું નામ,
પણ તારી નજર શોધે મને તોય હું ના મળુ..
તારી દુઆઓ માં હું તને ના મળુ,
જા તું કેટલું પણ શોધે હું તને ના મળુ...
Mr. Joker (જયેશ)