ઇડલી એક લોકપ્રિય દક્ષિણ ભારતીય વાનગી છે જે નારિયેળ ની ચટણી અને સંભાર સાથે પીરસવા આવે છે.
આજે એક નવીનતમ ઇડલી ની વાનગી...
કોકોનટ કઢી ઇડલી.. નારિયેળ ના દૂધ માંથી બનાવેલી કઢી સાથે ગરમ મિની ઈડલી નો આસ્વાદ માણો.
કોકોનટ કઢી ઇડલી (૪ જણ માટે)
સામગ્રી:
૨૫૦ ગ્રામ / ૨ કપ ઇડલી નું ખીરું
મીઠું સ્વાદાનુસાર
કોકોનટ કઢી
નારિયેળ નું દૂધ બનાવવા માટે સામગ્રી:(૨ કપ)
૧/૨ નારિયેળ
૩૦૦ મી.લી. પાણી
કોકોનટ કઢી માટે :
૨ કપ નારિયેળ નું દૂધ
૨ ટેબલ સ્પૂન તેલ
૧ ટી સ્પૂન જીરું
૧૦-૧૨ મીઠા લીમડાના પાન
૨-૩ લીલા મરચા ( ઝીણા સમારેલા)
૨ ટી સ્પૂન ખાંડ
૧ ટેબલ સ્પૂન લીંબુના રસ
૪ ટી સ્પૂન કોર્ન ફ્લોર, ૪ ટેબલ સ્પૂન પાણી માં ઓગળેલો.
મીઠું સ્વાદાનુસાર
રીત:
પહેલા ઈડલી નો ખીરું માં મીઠું સ્વાદાનુસાર નાખી ને મિની ઈડલી નો મોલ્ડ ને તેલ લગાવી અને ૧-૧ ટી સ્પૂન ખીરું નાખી ૧૨-૧૫ માટે ઈડલી કુકરમાં બાફવા મૂકો.
નારિયેળ નું દૂધ બનાવવા માટે રીતઃ
હવે ૧/૨ નારીયેળ ના ટુકડા કરી, મિક્ષ્ચર જાર માં નાખી ને ૩૦૦ મી.લી. પાણી ઉમેરીને ઝીણું પીસી લો.
એક મોટા વાસણ પર ઝીણું કાપડું પાથરવું.. એમાં પીસેલું નારીયેળ નું મિશ્રણ નાખી ને પોટલી'બનાવી, હાથે એનું દૂધ કાઢી લો. બાજુ મુકાવું.( આ ધટ્ટ દૂઘ બનશે)
ફરીથી એજ નારિયેળ નું મિશ્રણ માં ૧/૨ કપ પાણી ઉમેરીને મિક્ષ્ચર માં પીસી લો.
અલગ વાટકી પર ઝીણું કાપડું પાથરવું અને પીસેલો નારિયેળ નું મિશ્રણ નાખી, પોટલી' બનાવી, દૂધ કાઢી લો.( આ પાતળું દૂધ બનશે). બાજુ મુકાવું.
કોકોનટ કઢી બનાવવા માટે રીતઃ
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું નું વઘાર કરી, મીઠા લીમડાના પાન, લીલા મરચા ના ટુકડા નાખી ને મિક્સ કરી, અને એમાં ઘટ્ટ નારિયેળ નું દૂધ, ખાંડ, મીઠું સ્વાદાનુસાર, લીંબુ નો રસ, કોર્ન ફ્લોર વાળું પાણી નાખીને બરાબર હલાવી ને ૧-૨ મિનિટ મઘ્યમ તાપે ઉકાળવું. ગેસ બંધ કરી બાજુ મુકાવું.( અગર કઢી બહુ ધટ્ટ હોય તો પાતળ નારીયેળ નું દૂધ નાંખવું.)
કોકોનટ કઢી ઇડલી બનાવવા માટેની રીત:
એક પ્લેટમાં ૧ ચમચો ગરમ કોકોનટ કઢી નાખી,૧૦-૧૨ ગરમ મિની ઈડલી પાથરો, એના ઉપર ૨ ચમચા ગરમ કોકોનટ કઢી રેડવું.
ગરમાગરમ પીરસો.
સ્વાદિષ્ટ પૌષ્ટિક કોકોનટ કઢી ઇડલી નો સ્વાદ માણો.
ટીપ:
રેગ્યુલર ઈડલી સાથ કોકોનટ કઢી સર્વ કરી શકો.