દૂરદર્શન...ભારતમાં જયારે પહેલીવાર ટીવી પ્રોગ્રામ ચાલુ થયો તે હતો દિલ્હી..અમદાવાદનો દૂરદર્શનનો પ્રોગ્રામ.
આજથી ઘણા વર્ષો પહેલા એટલે કે ઓગણીસોને સિત્તેરની સાલ પછી દિલ્હી દૂરદર્શન ચાલુ થયું હતું ત્યાર બાદ તેનું અમદાવાદ ખાતે રીલે કેન્દ્ર નખાયું જે આખા ગુજરાતના દરેક ગામડાંઓને તેના પ્રોગ્રામ દેખાડતું હતું ને તે પણ ફકત ત્રણ કલાકનો પ્રોગ્રામ હતો જે સાંજના સાત વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી ચાલુ રહેતો હતો...
તે સમયે રંગીન ટીવીનો જમાનો ના હતો..ફક્ત બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા..
સરકારે દરેક ગામડાંમાં જનતાને જોવા મળે તે માટે ડેરી ને ગ્રામ પંચાયતમાં એક એક ટીવી ફ્રી આપ્યા હતા..
તે સમયે એક સમાચાર, એક નાની સિરીયલ, ને એક ખેતીને લગતો પ્રોગ્રામ જ અમદાવાદ દૂરદર્શન બતાવતું હતું...ફકત બેથી ત્રણ કલાકનો આ પ્રોગ્રામ પણ સાથે નીચે બેસીને જોવાની ઘણી મજા આવતી હતી...
પછી ધીરે ધીરે આવા કાળા ધોળા ટીવી દરેક ઘરોમાં પણ આવવા લાગ્યા તેથી ઘરોના પતરાં ઉપર કે અગાસી ઉપર જાળી જેવું લાંબુ પાઇપ સાથેનું એન્ટેના લગાવવું પડતું હતું..હજી પણ આજે ઘણા મકાનોમાં એવા એન્ટેના જોવા મળે જ છે...
એ સમયે હું પણ અમદાવાદ દૂરદર્શન માટે નાટકો લખતો હતો જે અમદાવાદ દૂરદર્શન અઠવાડીએ એક વાર તેને રીલે કરતું હતું...
જેમ કે ગંગાબાની સેવા, જનસેવા, વિધવા, કાયદો...માનવતા જેવા ઘણા નાટકો મે ટીવી માટે લખ્યા હતા...તે સમયે મને મહેનતાના રુપે સો રુપિયા એક નાટક દીઠ મળતા હતા..ત્યારે તે સમયે સો રુપિયા એટલે કે હજાર રુપીયા બરાબર હતા.
પછી આવ્યો રંગીન ટીવીનો જમાનો..પછી તો ટીવી પ્રોગ્રામના સમય પણ બદલાતા ગયા..ને આજે તો ચોવીસ કલાકના પણ થઇ ગયા...
કેવો હતો એ સમય!...ફકત બે કલાકનો એ ટીવી પ્રોગ્રામ..! જોવાની ઘણી મજા આવતી હતી...
મને બરાબર ખબર છે એ ઓગણીસોને સિતેરનો દશકો..બળદગાડાનો સમય..સાયકલોનો સમય..મર્ફી રેડીયાનો સમય..બોલબેટમનો સમય..હિપ્પી વાળનો સમય..આંખે મોટા રંગીન ચશ્માનો સમય..
સમય કેમનો આટલો જલદી ચાલ્યો જાયછે તે જ ખબર પડતી નથી..ને આજે તો...એલઇડીનો સમય..લેપટોપનો સમય..મોબાઇલનો સમય..બાઇકનો સમય..ને ચાર બંગડીનો સમય..
કેટલો બધો ફરક છે એ સમય ને આજના સમયમાં...
કેટલા બધા આપણે નસીબદાર છીએ કે આ બધુ જોવાનું ને વાપરવાનું મળી રહેછે..
ને કેટલા બધા અનલકી હતા એ જમાનાના લોકો કે તેમના નસીબમાં ના હતી ઘરમાં એક લાઇટ કે ના હતું નળમાંથી નીકળતું પાણી કે ના હતી ચલાવવાની એક સાઇકલ..!
ખૈર..સમય સમયનું કામ કરેછે ને આપણે આપણું કામ કરીએ છીએ..
બસ જુનો સમય જુનુ લઇને ચાલ્યો જાયછે ને નવો સમય કંઇક નવું લઇને આવતો જાયછે.