સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

પાદર બેસી ફફડી ઊઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત

સમી સાંજનો ઢોલ ઢબૂકતો….

પૈંડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો….

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે

સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

-અનિલ જોશી

Happy birthday
Anil Joshi
28/7/2019

Gujarati Poem by Rinku Panchal : 111225730
Harsha. Ahir 7 years ago

School j yad Avi gy

shekhar kharadi Idriya 7 years ago

અભિનંદન અનિલ જોષીને તેમના જન્મદિવસ પર કારણે કે તેમની કવિતામાં ગામડાની ભાષા એક અલગ અંદાજમાં ધબકતી જોવા મળે છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now