ચાલ એક આંટો બહાર મારી આવીએ,
બંધનોથી મુક્ત હવાને માણી આવીએ.

આમ તો સ્થળ ક્યાં કોઈ પણ બાકી હવે ?
કોઈના દિલ સુધી લટાર મારી આવીએ.

આપવાની મઝા શું હોય છે એ જાણવા,
વૃક્ષ કે પછી વાદળને મળી આવીએ.

હસ્તરેખાઓ સુકાઈ જાય એ સારું નહિં,
કો’કના આંસુ લૂછી એને પલાળી આવીએ.

? જય શ્રી કૃષ્ણ ? ?

Gujarati Good Morning by Sonal : 111228204
Sonal 7 years ago

આભાર...

Kamlesh 7 years ago

વાહ...ખુબ સરસ રચના મહોદયા

Er.Bhargav Joshi અડિયલ 7 years ago

દર્દ તો અહી ઘણા વેચી રહ્યા છે બેનામ, ચાલ આપણે થોડી ખુશીયો વેચતા આવીએ...

Sonal 7 years ago

સુખી તો બધાં જ છે જીવનમાં બેનામ, ચાલ કોઈ ને એક મુસ્કાન આપતાં આવીએ.

Sonal 7 years ago

વાહ...

Er.Bhargav Joshi અડિયલ 7 years ago

ભીંજવી તો વરસાદે નાખ્યા જ છે બેનામ, ચાલો કોઈને લાગણીઓની હૂંફ આપતા આવીએ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now