#સબંધોનું_વિશ્લેષણ
હું તો એને ઓળખું છું , આવું તો ઘણી વખત સાંભળ્યું હશે. અરે બહુ સારી રીતે ઓળખું છું. ક્યારેય મળ્યા ન હોઈ માત્ર વાતો સાંભળીને જ લોકો એક બીજાને ઓળખવા લાગે છે. ઓળખતા હોય તે લોકો તમને જાણતા પણ ન હોય. પણ ઓળખવાની વાતો તો બીજા આગળ એવી રીતે કરશે કે આપણને એમ થાય કે જન્મો જન્મનો સંબંધ હશે કે શું. તમને ઓળખતા હોય તે બધા તમને જાણતા ન હોય. તમે કઈ પરિસ્થતિમાં શું વર્તન કરશો તે તમને ઓળખનાર ન કહી શકે પણ તમને જાણતા હોય તેમને ખબર હોય કે તમે શું કરશો આવા લોકો અમુક જ હોય જેમણે વર્ષો આપણી સાથે વિતાવ્યા હોય પછી મિત્ર રૂપે ભાઈ બહેન કે સગા સંબંધી કે પાડોશી રૂપે હોઈ શકે પણ બહુ ગણતરી કરી આંકડો આપી શકીએ એટલાં જ હોય. જ્યારે ઓળખતા લોકો ને તો ઘણી વખત આપણે ઓળખતા પણ ન હોઈએ. બધા આપણને ઓળખતા લોકો જેમ આપણને જાણી ન શકે તેમ જ બધા જાણતા લોકો આપણને સમજી ન શકે. બહુ ઓછા લોકો હોય જે આપણા વર્તનનો તો ખ્યાલ રાખતા જ હોય પણ આ વર્તન પાછળ કારણ ક્યું છે તે પણ તેમને ખ્યાલ હોય. આવા લોકો આંગળી ના વેઢે ગણતરીમાં આવી શકે તેટલા જ હોય. જે તમારા દરેક સ્ટેપ નો ખ્યાલ ધરાવતા હોય તમારા દરેક વિચારો થી તે વાકેફ હોય તમને ગમતું ન ગમતું તેમને ખ્યાલ હોય. એટલે જ કહેવાય ને કે ઓળખવા કરતાં સમજવું જરૂરી છે. આપણા જીવનમાં ઘણા જ લોકો આવે અને જાય ઘણાં તો ક્યારે આવ્યા ક્યારે ગયા ખ્યાલ પણ ન હોય તો ઘણાં ટૂંકાગાળામાં ચાલ્યા જાય પણ છાપ છોડતાં જાય. છેલ્લી કેટેગરી આવે ચાહતા લોકો ની તે તો બહુ જ ઓછા હોય પણ એવા હોય જેમને ન તો તમારા વિચારો થી વાંધો હોય ન તો તમારા સ્વભાવ કે વર્તન થી એમનાં માટે તમે કોણ છો શું છો તે મહત્વનું નથી હોતું તમે છો તે મહત્વનું હોય છે.(#MMO ) દરેક પરિસ્થિતિમાં તે તમારો સાથ નહીં છોડે તમારામાં સાચા ખોટા ના ત્રાજવા થી નહિ તોલે. આવી વ્યક્તિઓ તો એક બે કે ત્રણ જ હોય.