શંભુ સંગે થયો સંવાદ,
વદજ્ઞાન સામે થયો દુંદુભિનાદ...
પરમાનંદે લઇ જતા ઝાલી હાથ,
પરમ કૃપાળુ ભોળા ભોલેનાથ...
મોહમાયા મારણ કરી થયો મોક્ષાનંદી,
સંગ વિચરતા હવે થઇ અસવાર નંદી...
સંશય મટ્યા,ભસ્મ થયા સૌ તૂત,
શિવનામમાં અલમસ્ત જોયા જ્યારે શિવદૂત...
અગોચર જ્ઞાન પામ્યો આ પામર જીવ,
કમલાસન,કમલેશ છે અંશ એક શિવ...
# સંવાદ = વાતચીત.
# વદજ્ઞાન = અજ્ઞાનનો અંધકાર.
# તૂત = મિથ્યા જ્ઞાન, અફવાઓ.
# અગોચર = ગૂઢ,રહસ્યમય.
# કમલાસન = કમળ પર વિરાજમાન બ્રમ્હા.
# કમલેશ = કમલા(લક્ષ્મી)પતિ,નારાયણ.