તું આવી રીતે મને નીરખ્યા કરે અને
હું તારી પર ગઝલ લખ્યા જ કરું!
કેટલું અદ્ભુત છે નહીં...
તું માત્ર સ્મિત આપ્યા કરે અને
હું કાંઈ બોલું જ નહીં અને તોય
આંખો થી કલરવ કર્યાં જ કરીએ!
કેટલું અદ્ભુત છે નહીં...
મિલન ની ઘેલછા વગર, વિરહ ના પણ જામ પીધા જ કરીએ અને તોય નિરંતર પ્રેમ-પ્યાલા છલકાવ્યા જ કરીએ!
કેટલું અદ્ભુત છે નહીં...