Gujarati Quote in Thought by Aashu Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાંઠે બેસીને છબછબિયાં કરવા કે પછી મધદરિયે ઝંપલાવવાનું સાહસ કરવું?
ચોઈસ ઈઝ અવર્સ!

સુખનો પાસવર્ડ
આશુ પટેલ

મોટા ભાગના લોકો જીવનસાગરમાં કાંઠે બેસીને છબછબિયાં કરતા હોય છે, પણ કેટલાક વીરલાઓ મધદરિયે ઝંપલાવવાનું સાહસ કરતા હોય છે. કાંઠે બેસીને જીવનનો તમાશો જોનારાઓ સલામતીભરી વીતાવી શકતા હોય છે, પણ એવા, અને એકધારી ઘરેડવાળી જિંદગી જીવી જનારા, લોકોના નામ તેમના મ્રુત્યુ સાથે તેમના કુટુંબ સિવાય બધા લોકો ભૂલી જતા હોય છે. અને મધદરિયે ઝંપલાવીને કાળમીંઢ મોજાંઓ સાથે બાથ ભીડનારાઓનાં નામ ઈતિહાસનાં પાને લખાઈ જતાં હોય છે. જીવનસાગરમાં કાંઠે બેસીને ખેલ જોવો છે કે પછી તોફાની દરિયામાં ઝંપલાવવું છે એ માણસે જાતે નક્કી કરવાનું હોય છે. માણસ પોતે એવું જોખમ ન ઉઠાવી શકે તો પોતાની નિરર્થક જિંદગી માટે તે કોઈને દોષ ન આપી શકે કે મને તક ન મળી કે કોઈએ મને તક ન આપી કે મારા કુટુંબે મને બાંધી રાખ્યો કે પછી મારી સામે કોઈએ અવરોધ ઊભો કર્યો!

હેલન કેલરનું એક મશહૂર વાક્ય મિત્રો સાથે શૅર કરું છું:
Life is a daring adventure or nothing!
Helen Keller.
(Helen Adams Keller was an American author, political activist, and lecturer (Born: 27 June 1880, Died: 1 June 1968). She was the first deaf-blind person to earn a Bachelor of Arts degree).

Pic courtesy: National Geographic.

Gujarati Thought by Aashu Patel : 111238680
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now