*છે મંત્ર મહા મંગલકારી ૐ નમઃશિવાયૐ નમઃ શિવાય*
*જાપ જપો સહુ નરનારી, ૐનમ શિવાય ૐ નમઃ શિવાય*

*એ મંત્રથી રામ વિજયને વર્યા,શ્રી રામેશ્વરને યાદ કર્યા*
*કરી શિવને પરસન્ન કર્યા*
*ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય*

*ગાંધર્વો જેનું ગાન કરે, સનકાદિક રસ પાન કરે*
*શ્રી વ્યાસ સદા મુખથી ઉચ્ચરે*
*ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય*

*યમ કુબેરે ઈન્દ્રાદિક દેવો કહે મંત્ર સદા જપવા જેવો*
*શ્રદ્ધા રાખી શિવને સેવો*
*ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય*

*ઋષિ મુનિઓ જેના ધ્યાને છે વળી વેદ પુરાણનાં પાને છે*
*બ્રહ્મા ને વિષ્ણુ વખાણે છે*
*ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય*

*એ મંત્રથી સર્વે સિદ્ધિ મળે વળી તનમનનાં બધા પાપ ટળે*
*છેવટે મુક્તિનું ધામ મળે*
*ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય*

*એ મંત્ર છે સદા શુભકારી ભવસાગરથી લેશે તારી*
*પ્રેમેથી બોલો સંસારી*
*ૐનમઃ શિવાય ૐનમઃ શિવાય*
*??મહાદેવ હર ??*

Gujarati Religious by Chetan Joshi : 111243882
Gadhadara Jayou 7 years ago

Jay Bholenath HAR HAR MAHDEV

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now