(મારા નાના પણ સારા વિચારો..)
--આજની નવી પેઢીને કદાચ એ ખબર નહી હોય કે પહેલા જમાનામાં લોકો એક સાથે બેસીને કેવી રીતે જમતા હતા! કારણકે આજે આ નવા જમાનામાં તો લોકો પાસે નીચે બેસીને એક અડધો કલાક પણ સમય નથી હોતો..જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ જમવાની રીતો પણ બદલાઈ ગઇ..આપણે ઘરોમાં બેસીને સાથે જમીએ છીએ તેની વાત નથી કરતા પણ જયારે કોઇ લગ્નની સિઝન હોય કે કોઇ નાની મોટી પાર્ટીઓ હોય ને તે સમયે જે લોકો જમતા હોયછે તેને આજની ભાષામાં આપણે બુફે કહીએ છીએ..આજે આપણે કોઇ પણ જગ્યાએ જમવા જવાનું હોય ત્યારે જોઇએ છીએ કે એક ટેબલ ઉપર નાની પ્લેટો સાથે નાની વાડકીઓ ને બાજુમાં થોડીક ચમચીઓ પડેલી દેખાય છે પછી આપણે તે ટેબલ ઉપર જઇને એક થાળી વાડકી ને એક ચમચી ઉઠાવી લઇએ છીએ તે લઇ આપણે બીજા ટેબલ ઉપર જઇએ છીએ ત્યા બધી અનેક વાનગીઓ મુકેલી હોયછે સાથે પીરસનારાઓ પણ હોયછે જયારે આપણે આપણી થાળી લંબાવીએ છીએ ત્યારે તે લોકો આપણને થોડી થોડી ચીજો આપણી થાળીમાં મુકેછે
જાણે આપણે તેમની પાસે ખાવાની ભીખ માગતા હોય તેવો આપણને આભાસ થાયછે. જેને આપણે આજ બુફે કહીએ છીએ..જયારે પહેલા જમાનામાં લોકો સંપ ને પરેમભાવથી એકબીજાની સાથે કોઇપણ નાત જાત કે ધરમ જોયા વગર એકસાથે બેસીને જમતા હતા કેવો રૂડો એ અવસર ને સમય હતો! લાઇનબંધ એકસાથે લોકો આપણી થાળીમાં પીરસવા આવતા હતા..કોઇ થાળીમાં લાડવા મુકે તો કોઇ શાક મુકે તો કોઇ મિઠાઇ મુકે કોઇ પુરી મુકે ને પાછળ ગરમ ગરમ દાળ ને ભાત આવતા હોય..કયાં છે એવો સુંદર આજ સમય! આજે તો થાળી લઇ ને ઉભા રહો ઉભા પગે...વાતો કરો ને ખાતા જાવ ખલાસ થાય એટલે બીજુ ઉમેરવા ફરી પાછી દોટ મુકો..એ આલો માઇ બાપ..હજી પુરુ પેટ નથી ભરાયું!
સાથે બેસીને જે આનંદ જમવામાં મળે છે તેવો આનંદ બીજા કશાયમાં
નથી મળતો! આજે એક જમીને જાય તો પછી બીજો જમવા આવે આવી દશા આજ આપણા ઘરમાં ચાલી રહીછે...એ જુના જમાનામાં જે સંપ એકબીજામાં હતો તે આજે ક્યોય એકબીજામાં જોવા મળતો નથી! આજે સગા ભાઇઓ પણ કયાંય સાથે જમતા નથી એક પેલે છેડે જમતો હોય તો બીજો બીજે છેડે જમતો હોય..
સાચો સંપ તો તેને જ કહેવાય કે દરેક ભાઇઓ એકસાથે બેસીને વાતો કરે, સાથે બેસીને જમે, ને સાથે સાથે ફરે...હવે એવો સમય કદી ફરી આવવાનો નથી આજે એ વિતેલો જુનો સમય કયારેક યાદ આવી જાયછે...!
બસ નીચે આપેલ એક ફોટો જોઇને વિચાર કરો કે કેવો હતો એ રૂડો સમય કે લોકો સૈ સાથે બેસીને જમણ જમતા હતા!!!
કાશ ફરી એવો સમય ફરી પાછો આવે...પણ impossible.