કોઈ દ્રશ્ય તો કોઈ , અદ્રશ્ય હોય છે,
કોઈ સ્થુળ કોઈ ,  સૂક્ષ્મતમ હોય છે;

ભાવ નો ભૂખ્યો છે,    પ્રેમ સ્વરૂપ એ,
લાગણી નો તરસ્યો , સદાય હોય છે;

માંગવાનું હોય છે ક્યાં,   સમર્પણ માં,
ટૂટીને ફક્ત વિખરાઈ ,જવાનું હોય છે;

મળી તો જા,મટાવી હસ્તી એકવાર તું,
મહોબત માં વિખૂટાં, કદી ક્યાં હોય છે;

આનંદ સાચે જ, સ્વરૂપ છે હકીકત માં,
સ્વપ્નમાં હયાતિ છે,સત્ય ક્યાં હોય છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111273630

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now