ઘૂઘવતા દરિયાને શાંત થતાં જોયો છે.
મેં માણસની અંદર બીજા માણસને જોયો છે.
આરંભથી લઈ અંત સુધી મહોરું પહેરતો જોયો છે.
મેં માણસની અંદર બીજા માણસને જોયો છે.
દિવાસળીની જેમ બધું સળગાવતા જોયો છે.
મેં માણસની અંદર બીજા માણસને જોયો છે.
શકુનીના અવતારને સાકાર કરતા જોયો છે.
મેં માણસની અંદર બીજા માણસને જોયો છે.
રસગુલ્લા જેમ લાગણી ને ચુસતા જોયો છે.
મેં માણસની અંદર બીજા માણસને જોયો છે.....