" શું ઉપમા આપુ તને હું....."

એક દિ એમણે પોતે જાતે કહ્યું , "સમય" આજે જરા મારું વર્ણન કરો ,
મારાં વિશે જરા થોડા રૂપક કહો , થોડી ઉપમાઓનું આજ સર્જન કરો...

કેવી હાલત ભલા થઈ હશે એ સમયે , એ તો દિલ વાળા જે હોય તે જ કલ્પી શકે ,
જેણે બાંધ્યો હોય રૂપાળો રિશ્તો કદી , એ જ સમજી શકે એ જાણી શકે...

કોક બીજાની હો તે જો આ માંગણી , હું 'ય દિલ ખોલીને આજ વર્ણન કરત ,
આ સભા દાદ દઈને થાકી જતે , એવા સાહિત્ય નું આજ સર્જન કરત...

પણ પ્રેણતા હો રૂપકના જેઓ ભલા , એ જ રૂપકજો ચાહે તો હું શું કરું !!
જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે , એ જ ઉપમાઓ માંગે તો હું શું કરું ??

તે છતાં મેં કહ્યું , મારે કહેવું પડયું , છો રૂપાળા , તમે ખૂબ સારા તમે ,
આંખ બહુ મસ્ત છે , ચાલ બહુ ખુબ છે. અંગે અંગે છો નખશિખ પ્યારા તમે...

કેવી સીધી ને સાદી હતી વાત આ , કેવાં ભોળા હતા તેઓ ઝૂમી ગયા ,
બોલ્યા કેવા મજાના છો શાયર તમે , કેવું સારું ને મનગમતું બોલી ગયા...

Gujarati Poem by Mahesh Vegad : 111276837

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now