ધીરે ધીરે એવું કંઇક સમજાય છે,
કાળ ગુપચુપ ઘણું લૂંટતો જાય છે,

કહીયે દિલ ની વાતો એવા માણસો,
ચુપ થતા જાય છે,ગુમ થતા જાય છે,

શ્વાસ થી યે નિકટ જે હતા અબઘડી,
આંખ થી સાવ ઓઝલ થતા જાય છે,

ડગ સ્વયંભૂ વળી ને જતા જે તરફ,
એ ઘરો તૂટતા ખૂટતા જાય છે,

કોણ જાણે કયો શાપ લાગી ગયો,
લીલાછમ માણસો રણ થતા જાય છે,

જે ઘરો માં જઈ સહેજ હળવા થતા,
બારણાં એ બધા બંધ થતા જાય છે,

ભાઈ કહેતા'તા સાચું તમે,
સ્થાન હળવાશ ના કમ થતા જાય છે...

Gujarati Shayri by Ina Shah : 111282751

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now