*તમે 'સ્ત્રી' છો,*

તો તમે ઓલરેડી 'મહાન' છો !
આનાથી બીજું 'મહાન' શું હોઈ શકે?

તમે જન્મ્યાં હશો ..
એમાંય કેટલી બબાલ થઈ હશે !

તમેં થોડું બોલતાં શીખ્યાં હશો ..
એમાંય નિયમો ઘડાયા હશે !

તમેં કપડાં પહેર્યા હશે ...
એમાંય કેટલાંયને 'વાંધા' હશે !

તમેં ક્યારેક હસ્યાં હશો ..
એનો પણ 'હિસાબ' થયો હશે !

તમેં રડ્યા પણ હશો ...
કયાંક લપાઈને, કોઈકની બીકે !
આખરે બીજે ક્યાંક મોકલ્યાં હશે
ને ત્યાંય ફવડાવ્યું હશે !

આટલું તો 'કહેવાતો ઈશ્વર'
પણ નાં કરી શક્યો હોત !

*તમેં સ્ત્રી છો,*
*તો તમે ઓલરેડી મહાન છો !!*
?✍??

Gujarati Thought by Kavita Gandhi : 111285844

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now