🌹બાય-બાય 2019✋
🌹વેલકમ 2020🙏
ક્યાંક ગમતું મળ્યું
તો ક્યાંક
અણગમતું મળ્યું
ચાલ્યા જે રસ્તે
જ્યાં અણધાર્યું પણ
ઘણું મળ્યું ...
ક્યાંક મોજમસ્તી
તો ક્યાંક મૌનમાં
છુપાયેલું રુદન
ક્યાંક ખળ ખળ ઝરણાં
સમાન હસ્તા ચહેરા
તો....
ક્યાંક વ્હેતા આંસુઓનું
ઝરણું જોવા મળ્યું .
કોઈ આર્શીવાદ ભર્યા હાથ
દૂર થયા .
તો
કોઈ મમતાના ખોળે રમતા થયા .
જીવનનું તો બસ એવું જ
ક્યારેક હસાવે
તો ....
ક્યારેક રડાવે ...
પણ ....હા...
માણસની સાચી ઓળખાણ
જરુર કરાવે
વહી ગયેલા વર્ષો જીવનમાં ડગલેને પગલે ઘણું શીખવી ગયા .
બસ , આવનાર વર્ષ પણ બધાને સુખમય વિતે એવી ખૂબ ખૂબ.શુભકામનાઓ સાથે
🙏🌹મનિષા હાથી 🌹🙏