01-01-2020 HAPPY NEW YEAR
નવા વર્ષ ના નવા સંદેશ અને શીખ સાથે બધા ને જય શ્રીકૃષ્ણ.
બોલો કાલે લાખો રુપિયા નો દારુ ઢિંચાય ગયો હશે અને પેલો મજુર પાછો બે ટુકડા રોટલા ના ખાઇ ને સુઇ ગયો હશે.(અને લોકો કહે છે બહુ મંદી છે)😞
અમીર બાળક ની રાત ગેમ્સ અને ફટાકડા ફોડવા માં ગઇ હશે અને ગરીબ બાળક ની રાત એ જ સાંધેલી ગોદડી અને ફાટેલા ધાબળા માં.🙁
કયાંક એક કલાક વેઇટીંગ માં બેસી ને સુપ અને સ્ટાટર ની લિજ્જત માણી ભરપેટ જમાયુ હશે જ્યારે એ જ હોટેલ માં આટલી ભીડ ને સાચવી ને થાકનાર બાળમજુર ની ભુખ મરી ગઇ હશે. 😞
બે આઇસ ક્યુબ વધારે નાખ મજા આવશે પીવા માં અને દિકરા આજે જમવાનુ ઓછુ છે તો બે ગ્લાસ પાણી વધારે પી ને સુઇ જજે. (આ બંને માં આઇસ ક્યુબ જીતી ગયા હશે)😯
"ભગવાન ને ત્યાં દેર છે અંધેર નહી" એવુ કેહનાર ને પુછીશ કે કર્મ ની પરિભાષા પણ ના સમજી શકનાર બાળક ગયા જન્મ ના કર્મો ની સજા ભોગવતો હશે કે ગરીબ ઘર મા જન્મ મળ્યા ની સજા ?🤔
અમીર અને ગરીબ વચ્ચે ના મોટા અંતર માટે જવાબદાર કોણ ? 😷
બે-ત્રણ ટુકડા રોટલા ના ખાઇ રાત કાઢનાર બાળક માટે જવાબદાર જો એના પિતા હોય તો એ બે- ત્રણ ટુકડા પોતાના બાળક ને આપી દેનાર ભુખ્યા અને લાચાર પિતા ની ભુખ માટે જવાબદાર કોણ ?🤔
કર્મ , સમય કે મહેનત ? કે પછી ભગવાન ?????🙏
સવારે ઊઠતા ની સાથે જ કરાતા દર્શન થી લઇને રાતે આભાર વ્યક્ત કરી ફરી કરાતા દર્શન સુધી લાગે કે.....
ખરેખર ભગવાન છે જ.🙏🙏
પછી જ્યારે
પાંચ- સાત વર્ષ નુ બાળક અને રોટલા નો ટુકડો યાદ આવે ત્યારે લાગે કે 😟
ખરેખર ભગવાન છે ???🤐
(રાતે 12 વાગે આવેલા વિચારો માંથી ✍🏻)
WISHING YOU A HAPPY NEW YEAR TO YOU AND YOUR FAMILY.
FROM : JIMMY JANI