હા.. હું તને ચાહું છું...!!!
કેમ કરી કહું તને, હું તને ચાહું છું;
કેમ કરી સમજાવું, હું તારો રાહુ છું...
છાતીની બખોલમાં સતત રાખું છું;
સમજે તો હું તારો અજાનબાહું છું...
હંમેશ દિવાસ્વપ્નમાં જેને માણું છું;
હૃદયધાત્રી તું જ જેને હું ચાહું છું...
રાધા રાણી ધરોહર ધૈર્ય ધરું છું;
હૃદયે કૃષ્ણ સમ ભાવ રાખું છું...
એજ ક્ષણો ને હૈયે ધરબી રાખું છું;
હેતની હવેલીએ સ્પર્શ ઝંખું છું...
હા.. હું તને ચાહું છું...!!!
- હર્ષદ