તમારા પ્રેમથી જિંદગીમાં સુગંધ પથરાઈ છે,
મને ગુલાબની શું જરૂર...
તમારી આંખોથી જ કહી દો ઘણું બધું,
મને ઇઝહારની શું જરૂર...
પ્રેમની મીઠાશને ચાસણીમાં ડુબોળી રાખી,
મને ચોકલેટ ની શું જરૂર...
હમસફર બની વાળની સફેદી સુધી સાથ માંગ્યો,
મને પ્રોમિસની શું જરૂર...
છતાં તારા પ્રેમનો ઈઝહાર મને બેહદ ગમે છે....
આ જીંદગીભરનો સાથ મને બેહદ ગમે છે...
દર્શના