તારું એ આલિંગન હજીયે યાદ છે.
એકબીજાને ભેટીને રોયા હતા હજીયે યાદ છે.
શબ્દો મૌન હતા; પણ આંખો થી વાતો થઈ હતી હજીયે યાદ છે.
વિરહ ની વેદના અને જુદાઈ નો ભય હતો હજીયે યાદ છે.
તારો હસતો ચહેરો,એ અદાઓ, એ હૃદય નાં ધબકારા હજીયે યાદ છે.
હજીયે યાદ છે તું બસ યાદ જ છે.
લિ.ભાવેશ રાવલ