સમજણ સ્વજન ની
~~~~~~~~~~
એક એક કરી સ્વજન દૂર થતાં ગયા
અમેતો એમજ જીવન વ્યતીત કરતા ગયા
જતા જતા સમજાણું કોઈ નથી મહારુ
હતી એક રાખ જે મારી એ પણ પવન ની થયી ગયી
કોરી આંખો માં સપના મારા વહી ગયા
ને કબર પર મારી એના નયન ભીના રહી ગયા
મોહ હતો મુજને જે માટી ના પૂતળા માં
શુ ખબર હતી ક્યારે હું જ ભળી જઈશ માટી માં
ખુદા ને કગરી રહ્યો જીવનભર જેના માટે
નિસ્પૃહ દેહ ને અડકતા જ એ અપવિત્ર થયી ગયા
દફનાવી મુજ ને વળી ગયા વતન ભણી
ગંગા સ્નાન કરી જે પવિત્ર થયી ગયા
લૌકિક અલૌકિક શુ હશે એ કલ્પના
હકીકત રડાવી ગયી હતી એવી એ વેદના
ભાવુ જાદવ