સાથી એટલે તન થી સાથે હોય એ કે મન થી સાથે હોય એ?
સાથી એટલે જે વગર બોલે તમારા મન ની વાત સમજે તે સાથી.
તમારી આંખો ની ભાષા વાચે તે સાથી.
જેને યાદ કરતાજ તમારા ચહેરા ઉપર હાસ્ય આવી જાય તે સાથી.
કોઈ પણ મુશ્કેલી માં જેનું નામ પહેલું યાદ આવે તે સાથી.
કોઈ પણ પ્રશ્ન હોય તમને જવાબ માટે જે વ્યક્તિ નું નામ પહેલું યાદ આવે તે સાથી.
તમારા જીવન ની કોઈ ખુશી વહેંચવા માટે જેનું નામ યાદ આવે તે સાથી.
આ છે મારો સાથી.
#સાથી