અક્ષર અક્ષર શુ કરે આ લાગણી તો જો,
ભાષા ના બદલે આ હ્રદયની કહાની તો જો.
કયારેક કઠોર તો કયારેક ઉષ્માભર્યા હોય શકે,
તારા વિચારોની સાથે મારા અવાજને તો સાંભળ.
ફરીયાદ કેમ દોષ ની કરે છે?
જરા એના ગુણ તપાસી તો જો.
શબ્દોના જુદા તારણ કાઢીને શુ કરીશ,
કયારેક લાગણી નુ મોહરુ પહેરી તો જો.
દરેક વખતે શબ્દો ને ન પકડ તુ,
કયારેક મૌન ને પણ માણી તો જો.