The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"લગ્ન" ક્યાં રાખવા ? કેવા રાખવા ? શું પહેરવું ? આ બધી તૈયારીઓમાં આપણે જેટલા ઊંડા ઊતરીને વિચારીએ છીએ, એની સાથે-સાથે એનાથી થોડા વધારે ઊંડા ઊતરીને આપણે એ બાબત પર પણ વિચારી લેવું જોઈએ કે, એ લગ્નજીવન સારામાં સારી રીતે ટકી રહે, એના માટે કઈ કઈ તૈયારી રાખવી પડશે ? - Shailesh Joshi
"ધન" એ કંઈ એમ-નેમ ભેગું નથી થતું, એના માટે તો સખત મહેનતની સાથે-સાથે અપાર સમયનો પણ ભોગ આપવો પડે છે, પરંતુ જ્યારે વાત આવે એ છે ધનને નિજ આનંદ માટે વાપરવાની, ખર્ચ કરવાની, ત્યારે એની સાચી મજા તો સ્નેહી સ્વજનો સાથે જ આવે છે, અને સાચા સ્નેહી સ્વજનોનો સાથ સથવારો મેળવવા માટે જરાય મહેનત કરવાની આવશ્યકતા નથી હોતી, એમાં તો માત્ર આપવાનો હોય છે, "ક્વૉલિટી સમય" - Shailesh Joshi
મનગમતું પામવા... પહેલાં તો મનગમતા થવું પડે, ને પછી તો ખુદ સમય આપણું કિસ્મત ઘડે - Shailesh Joshi
આપણા ધંધા રોજગારમાં આપણને જ્યારે તક મળે ત્યારે એનો ઉપયોગ એવી રીતે કરવો, કે જેના થકી આપણને બીજી ઘણી બધી તકો પણ મળે, અને એ ઘણી બધી તકોમાંથી "આપણને ગમતી તક પસંદ કરવાનો મોકો પણ મળે" - Shailesh Joshi
હું મારા જીવનમાં ફલાણું કરવા માંગુ છું, કે ઢીંકણું કરવા માંગુ છું, આ વિચારને પકડી રાખનાર વ્યક્તિને એના જીવનમાં બીજા કોઈ ઝાઝા પ્રશ્નો નથી હોતા, બાકી જે લોકો પોતે એમના જીવનમાં શું કરવા માગે છે ? એ વિચાર નિત બદલે રાખે છે, એમને તો રોજેરોજ નવા નવા તાજા તાજા ફ્રેશ પ્રશ્નો મળી રહે છે. 😂 - Shailesh Joshi
જો આપણને આપણા જીવનમાં જરા સરખી પણ તકલીફ ન હોય, તો એનો અર્થ એવો થાય છે કે આપણે આપણા જીવનમાં કંઈ ખાસ નથી કરી રહ્યાં, અને જો આપણા જીવનમાં પારાવાર મુશ્કેલીઓ અને એ પણ નિરંતર આવતી જ રહે છે, તો એનો મતલબ એજ કે આપણે ખોટા રસ્તે ચાલી રહ્યા છીએ, ને જો આપણા જીવનમાં કોઈ કોઈ વાર સમયાંતરે નાની મોટી તકલીફો આવતી રહેતી હોય... તો એનો અર્થ એજ કે, આપણને આપણા જીવનની સાચી દિશા મળી પણ ગઈ છે, ને આપણે એ દિશામાં જ આગળ પણ વધી રહ્યા છીએ.
તકલીફો મુશ્કેલીઓ અને પરેશાનીઓનો એક મર્યાદાથી વિશેષ અનુભવ થવો એ બીજું કશું નથી, સિવાય ઈશ્વર પરની શ્રધ્ધા અને આત્મવિશ્વાસની ઉણપ. - Shailesh Joshi
જવાની એ ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે જરૂરી બળ, અને બુદ્ધિનું સિંચન કરવા માટેનો સમયગાળો છે, આ સમયગાળામાં ખોટી રીતે લીધેલી મજા, ક્યારેક..... પુરી જિંદગીની મજા બગાડી શકે છે, આપણી પણ અને આપણા પરિવારની પણ. - Shailesh Joshi
સંપૂર્ણ પ્રમાણિકતા સાથે કંઈ વિશેષ કરવાનો જો દ્રઢ નિર્ધાર કર્યો છે, તો પછી હતાશ ના થવું, કેમકે જીવનમાં એ સમય અવશ્ય આવશે. - Shailesh Joshi
જીવનમાં ઈચ્છાઓનો કોઈ અંત નથી, અને હોવો પણ ના જોઈએ, પરંતુ...પરંતુ...પરંતુ, શરત માત્ર એટલી જ કે, ત્યાં સુધી પહોંચવામાં લાગતી પ્રામાણિકતા સાથેની ધીરજ અને મહેનત આપણી પોતાની હોવી જોઈએ. - Shailesh Joshi
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser