03-04-2020 મેન્ટલ
(ભાગ-૧)
મને યાદ છે રવિવારે લગભગ સાંજના ચાર વાગ્યા હતા ત્યાંજ સર નો કોલ આવ્યો અને કહ્યુ કે હુ હમણાં ઘરે પોહંચુ જ છુ તો તારી પાસે જે રિપોર્ટ રેડી છે એ મને અત્યારે મારા ઘરે આવી ને બતાવી દે તો હું એ કાલે એને ફાઇનલ કરીને પેમેન્ટ કરી નાખું.
મે કીધુ ઠીક છે હુ લઇ ને આવુ છુ. અને કોલ મુકતા જોયુ તો બેટરી ખાલી બે ટકા (2%). પછી થયુ કે ચલ મોબાઈલ ઘરે જ ચાર્જિંગમાં મુકીને જતો આવું. સાત કિલોમીટર દૂર રિપોર્ટ ના કાગળ લઈને સર ના ઘરે પહોંચ્યો ત્યાં જ મેડમ એ દરવાજો ખોલ્યો અને મને કીધું બેસો હમણાં થોડી વારમાં આવતા જ હશે. હોલ ના સોફા પર જઈને બેઠો ત્યાંજ થયુ કે ચલ મોબાઇલ રમુ પણ ખિસ્સામાં હાથ નાખ્યો ત્યાંજ યાદ આવ્યુ કે
"મોબાઇલ તો ઘરે ચાર્જિંગમાં પડ્યો છે"
હોલ માં રહેલી વસ્તુ પર નજર ફેરવતો અને ઘડિયાળમાં જોતો રહ્યો ત્યાં જ મેડમ આવ્યા ને પૂછ્યું કે ચા પિશો ? તમારા સરને આવતા તો હજુ એકાદ કલાક લાગી જશે હમણાં જ કોલ આવ્યો હતો. મેં કીધું ના હું ચા પીને જ આવ્યો છું અને વાંધો નહીં હું બેઠો છું ભલે ટાઈમ લાગે. પાછુ આદત પ્રમાણે મોબાઇલ માટે ખિસ્સા પર હાથ પડયો પણ યાદ આવ્યુ કે
"મોબાઈલ તો ઘરે ચાર્જિંગમાં પડ્યો છે"
હજુ પણ એક કલાક કાઢવાનો છે એ વિચારતા જ નજર સામે દિવાલ પર પડી. એક ફેમિલી ફોટો સિવાય સામેની દીવાલ પર બીજું કંઈ જ ન હતું. ખબર નહી કેમ ફેમિલી ફોટોમાં રહેલા સાત જણાં ની સાથે સાથે સામેની દીવાલ પર લાગેલી 120 ટાઇલ્સ પણ ગણી લીધી અને ડાબી બાજુ થી ત્રીજા નંબરની રો માં ઉપર થી નીચે તરફ ની બીજી ટાઈલ્સ માં તિરાળ હતી એ પણ જોઈ લીધી. ત્યાં મોબાઈલ નું સ્મરણ થતાં પાછો હાથ ખિસ્સા પર પડ્યો પણ યાદ આવ્યુ કે
"મોબાઈલ તો ઘરે ચાર્જિંગમાં પડ્યો છે"
હવે સાચુ કહુ તો હદ તો ત્યારે થઇ જ્યારે જમણી બાજુ દિવાલ પર લાગેલી વોલ ક્લોક અને ટીવી પર પર પડેલી સ્મોલ ક્લોક વચ્ચે ત્રણ મિનિટ અને સાત સેકન્ડમાં ડિફરન્ટસ પણ મે ગણી લીધો અને મારી સામે ટેબલ પર પડેલા ટીવીના રિમોટ માં 27 બટન હતા અને એમાંથી એક બટન નીકળી ગયું હતું. ત્યાં જ નજર પાછી ઘડિયાળ પડી તો જોયું તો આ બધુ નિહાળવા માં 11 મિનિટ થઈ ગઈ હતી અને મેડમ ના કહેવા પ્રમાણે એક કલાક માંથી 49 મિનિટ હજુ પણ કાઢવાની છે એ વિચાર સાથે પાછો હાથ ખિસ્સા પર પડ્યો પણ પછી યાદ આવ્યુ કે
"મોબાઇલ તો ઘરે ચાર્જિંગમાં પડ્યો છે"
ક્રમશઃ........