03-04-2020 મેન્ટલ
(ભાગ-૨)
ક્યારેય ના વાંચવા ગમતા ન્યૂઝપેપર ને આઠ મિનિટ માં ચાર વખત ફેરવી નાંખ્યા. મેડમ ના કહેવા પ્રમાણે એક કલાક માં 15 મિનિટ બાકી હતી ત્યાંજ મેડમ આવી ને કહ્યુ કે ક્યાંક અટવાઈ ગયા લાગે છે ચા પીશો ? મેં કીધું ના. ભલે વાંધો નહીં આઈ એમ ઓકે. મેડમ અંદર જતા જ પાછો હુ મારા કામે લાગી ગયો અને હોલ માં લગેગા સ્વીચબોર્ડ મા સાત સ્વીચ, ફ્લોર માં લાગેલી 58 ટાઈલ્સ અને બારી માં લાગેલી ચાર ગ્રિલ ગણી નાખી. ટીવી ના સોકેસ પાછળ એક અલગ કલરની ટાઇલ્સ લાગેલી છે એના પર પણ નજર પડી ગઇ. આવુ ઘણુબધુ નિહાળતા નિહાળતા સમય વહેવા લાગ્યો ત્યાં જ ડોરબેલ વાગી.
બીજાના ઘરમાં બેઠેલો છું એવું ભાન ભૂલી પોતે જ દરવાજો ખોલવા દોડ્યો અને જોયું તો સામે સર આવ્યા હતા. ફક્ત પાંચ મિનિટમાં રિપોર્ટો બતાવીને ઘરે જવા માટે નીકળ્યો તો એવી ફીલિંગ્સ આવી કે વીસ વર્ષ ની જેલમાંથી મુક્ત થયો હોય. ઘરે આવી જોયું તો બેટરી અઠાંણુ ટકા થઇ ગઇ હતી પછી સ્વીચ બંધ કરી અને ચાર્જર કાઢવા નો તરવરાટ કઈક અલગ જ હતો અને પછી મોબાઈલ હાથમાં આવતા જે ખુશી થઈ એ શબ્દોમાં વર્ણવી જ ના શકાય.
પછી પાંચ મિનિટ મોબાઈલ મચેડ્યા બાદ એને સાઈડમાં મુકી અને હું મારા હોલ માં બેસી ને હોલ નુ નિરિક્ષણ કરવા લાગ્યો. 30 ફ્લોર ટાઇલ્સ, સ્વીચ બોર્ડ માં 10 સ્વીચ અને બારીમાં 10 ગ્રીલ હતી. આની સાથે સાથે ઘણીબધી એવી વસ્તુઓ પડેલી હતી જેના પર મારી નજર પડી જ ન હતી.
કોઇ વસ્તુ નો વધુ પડતો ઉપયોગ કે વળગણ મનુષ્ય ની માનસિકતા પર શુ અસર કરે છે તે અહીં શબ્દો માં વર્ણવ્યુ છે.
મારા જ ઘરમાં આવીને મારી મતિ ભ્રષ્ટ કરનારને હું બીજું શું કહી શકુ ?
શું તમને પણ બે-બે મિનિટે મોબાઈલ ઓન કરી કોઈ મેસેજ કે નોટિફિકેશન છે કે નહીં તે ચેક કરવાની આદત છે ?
શું તમને પણ ખબર હોય કે મેસેજ નથી જ આવ્યા છતા પણ whatsapp ઓપન કરી અને પાછુ બંધ કરી દેવાની આદત છે ?
શું તમને ખબર હોય કે બીજા ની રીંગટોન વાગી પણ પોતાની વાગી હોય એમ મોબાઇલ ચેક કરવા ની આદત છે ?
જો થોડીવાર મોબાઇલ અવાજ ના કરે તો મોબાઇલ ની બેટરી, નેટવર્ક, ફોન સાઈલેન્ટ તો નથી થઇ ગયો ને આવા અનેક કારણો યાદ કરી મોબાઇલ ચેક કરી લેવાના બહાના શોધો છો ?
સવારે ઉઠતા ની સાથે જ અને રાત્રે સુતા પહેલા ફક્ત અને ફ્કત મોબાઇલ ને જોવો છો?
તો જે હુ હવે કહેવા જઇ રહ્યો છુ એ જ સત્ય છે.
"તમે પણ મારી જેમ વધારે તો નહી પણ થોડા અંશે માનસિક રોગી છો."
સંપુર્ણ...🙏