Gujarati Quote in Religious by Bhavna Jadav

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જય જય પવન સુત શ્રીહનુમાન...
જન્મદિવસ છે તારો ભગવાન..

જય જય પવન સુત શ્રીહનુમાન...
પ્રભુ પ્રસન્ન થાવ ચડાવું પકવાન..

જય જય પવન સુત શ્રીહનુમાન...
આપું તેલ,સિંદૂર,વડા કેરા થાલ....(થાળ)

જય જય પવન સુત શ્રીહનુમાન...
કરો દૂર આ કષ્ટ ધરી અવતાર...

જય જય પવન સુત શ્રીહનુમાન...
નાશ કરો આ કોરોના નું સંક્રમન...

જય જય પવન સુત શ્રીહનુમાન...
મનમંદિરે નિજ ભજુ ભગવાન...

જય જય પવન સુત શ્રીહનુમાન...
આજીવન બનું તુજ કેરો દાસ...

જય જય પવન સુત શ્રીહનુમાન...
રાખો સદા નિરોગી સર્વની જાન...

જય જય પવન સુત શ્રીહનુમાન...
ભજે "ભાવુ" નિરંતર દઈને ધ્યાન...

Gujarati Religious by Bhavna Jadav : 111389691
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now