એ માતાને હજુ ૧૯ દિવસ એક મહિનાના બાળકને સ્પર્શવા પણ નહીં મળે, એ હનીમૂનનાં સપના જોતી નવી પરણેલી સ્ત્રીને હજુ ૧૯ દિવસ વધારે હંગામો જોવાનો. એ બાપને હજુય ૧૯ દિવસ સંતાનો સામે માત્ર જોતાં જોતાં મોંમાં કોળિયા ઉતારવાના. અહીં સામે જ માતા પિતાનું ઘર હોવા છતાં, માત્ર બાલ્કનીમાંથી જ હજુ ૧૯ દિવસ વધારે હવામાં મળવાનું અને ભીની આંખો લઈને કામ પર લાગી જવાનું.
પોતાનું હોવા છતાં જાણે કલ્પનામાં જીવતા હોય એમ જીવવાનું, હસવાનું, મળવાનું, ભેટવાનું, પ્રેમ કરવાનું અને અનુભવવાનું. અને એક સાલું આપણે બધા નફ્ફટિયા ઘરમાં બેસીને લોકડાઉનના વધારાને ગાળો ભાંડીએ છીએ.
સાહેબ રસ્તા પર તમારું પોતાનું કોઈ
નથી એટલે બધી કૉમેન્ટ થાય છે.
- અલ્પેશ કારેણા.