ઇટાલીમાં બનેલી એક સત્ય ઘટના
આજકાલ આખી દુનિયામાં કોરોના વાઇરસે કેર મચાવ્યોછે તેમાં ઇટાલી નામના દેશમાં પણ ઘણા જ માણસો આજ પણ હોસ્પીટલોમાં સારવાર લઇ રહ્યા છે ને ઘણા તો દુનીયા છોડીને ચાલ્યા ગયાછે.
તેમાંનો એક દર્દીને (લેડીઝ) કોરોના પોઝિટીવ હતો ને તે તેના છેલ્લા ને ત્રીજા સ્ટેજ ઉપર આવી ગયો હતો તેથી દર્દીને બચવાની કોઇ શકયતા ના હતી આ દર્દીને આઠ માસની છોકરી પણ હતી જે તેના પપ્પા સાથે ઘેર રહેતી હતી.
એક દિવસ દર્દીની આ બિમારી વધુ જણાતી હોવાથી ડોક્ટરોએ દર્દીને પોતાની અંતિમ ઇચ્છા પુછી જોઇ..
તો દર્દીએ પોતાની છોકરીને જોવાની તેમજ પોતાની છાતીએ લગાવવાની ઇચ્છા વ્યકત કરી તો ડોક્ટરોએ છોકરીને સ્પર્શ કરવાની ઘસીને ના પાડી દીધી..પણ દર્દી એકની બે ના થઇ ને પોતાની જીદ ઉપર મક્કમ રહી
છેવટે ના છુટકે ડોકટરોએ એના માટે એક રસ્તો શોધી કાઢ્યો કે દર્દીને તેની આખી બોડીને મીણથી કવર કરી દેવી ને પછી જ છોકરીને તેની છાતી ઉપર સુવડાવવી જેથી તેને કોરોના ચેપ લાગે નહી પછી તરત તેની દિકરીને ઘરેથી મંગાવી ને એક બીજાની નજર પણ મેળવવી આપી છેલ્લે છોકરીને મમ્મીની છાતી ઉપર સુવડાવી દીધી તો તેની મમ્મીની આંખમાંથી ટપ ટપ આંસુ નીકળવા લાગ્યા કેવા સંજોગો પોતાની દિકરી પોતાની છાતી ઉપર છે પણ મા તેને સ્પર્શ કરી શકતી નથી કે એક નાનુ ચુંબન નથી લઇ શકતી કારણકે એ થોડાક સમયની મહેમાન છે જે બિમારી તેને છે તે પોતાની દિકરીને આપવા નથી માગતી કારણકે તે એક મા છે
મમ્મી માટે એટલે જ આ પળ મહત્વની છે કે જે કાલે આ પળ ફરી તેની જીદગીમાં કયારેય નથી આવવાની!
બંન્ને માટે કદાચ આ છેલ્લો મેળાપ....