વિકર્ણ એક અનસંગ હીરો. - આકાશ પટેલ
ગઈ કાલ ની વિકર્ણ વિશેની(fb post) પોસ્ટ બધાને ખુબજ ગમી આજે વિકર્ણ વિશે થોડું વધુ માતૃભારતી મિત્રો માટે
વિકર્ણ એ ત્રીજા નંબર નો કૌરવ હતો
તે એક મહાન યોદ્ધો હતો તે એક માત્ર કૌરવહતો
જે ધર્મ અને સત્ય નું પાલન કરતો તેને નીડરતા પૂર્વક સભામાં દુર્યોધન આદિ ( ચાંડાલ ચોકડી)
નો વિરોધ કરી શક્યો
યુદ્ધ દરમિયાન તે કૌરવ પક્ષે થી લડ્યો અને ભીમ ને હાથે મૃત્યુ પામ્યો અહીં કથા એવી છે કે
યુદ્ધ ના ચૌદ માં દિવસે જયદ્રથ ને બચાવવા દુર્યોધન ભીમ ની સામે વિકર્ણ ને મોકલે છે ત્યારે ભીમ વિકર્ણ ની ધૂતસભા ની ઘટનાં યાદ કરીને કહે છે તું તો ધર્મ ના માર્ગે છે અને યુદ્ધ કરવાની ના કહે છે પણ વિકર્ણ ભીમ ને કહે છે " ત્યારે મારો ધર્મ તે હતો અત્યારે મારો ધર્મ યુદ્ધ છે
હું તને આગળ નહિ વધવા દઉં મારી સાથે યુદ્ધ કર અને ભીમ સાથે યુદ્ધ માં તે વીરગતિ પામે છે
ગીતા માં પણ વિકર્ણ નું નામ મહાન વીરો ની યાદી માં લખાયું છે
અહીં વિકર્ણ ની જેમ ધર્મ જાણતો હોવા છતાંય ભાઈ નોસાથ છોડનાર રામાયણ નું પાત્ર બધાને યાદ હશે જ?