એક દિવસ ની વાત હતી ,
રસ્તા પર પસાર થતી હતી,
રસ્તામાં કોઇક મળ્યુ હતું,
ક્ષણમાં જ નયનો મળ્યા,
બંને ના હદયો મળ્યા,
નયને નયન સાથે વાત કરી લીધી,
અને હદયે એક મૂતિઁ કંડારી લીધી,
આંખોએ રંગ ભયાઁ સપનાના ,
રોમેરોમમાં તસવીર ઉતારી લીધી,
એક દિવસ ની વાત હતી,
રસ્તા પર પસાર થતી હતી,
મોડુ થયુ તમને આવવામાં,
પણ, આભાર! આવ્યા તો ખરા,
આશાએ દિલનો સાથ ન છોડ્યો,
જોકે થોડા ગભરાવ્યા તો ખરા,
એક દિવસ ની વાત હતી ,
રસ્તા પર પસાર થતી હતી.❤🌺🌸-harshali