સાંભળ.. ચાલને આજે આપણે કૅન્ડલ લાઇટ ડિનર કરીએ.. રૂમને સુંદર સજાવી, સુગંધિત સ્પ્રે છાંટીને, ટેબલને ફ્લાવર પૉટથી સજાવીએ.. બારીઓ ખુલ્લી છોડી દઈને, પડદાને ઊડાઊડ થવા દઈએ.. હાથમાં હાથ પરોવીને દિલની વાતો વહેંચીએ.. સાવ એકાંકી થઈ ગયું છે એવાં આ જીવનનું સઘળુંય ભૂલીને, રમમાણ કરતું નાનકડું એક કોડિયું મુકીને, અંધારાંને અકળાવીએ.. સ્હેજ અમથી એ રોશનીમાં ન્હાવું મને ગમે છે..
- *આરતીસોની © રુહાના*
24/4/20