ભગવાન નરસિંહને ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર હતા. આજે વૈશાખસુદ છઠથી વૈશાખ સુદી ચૌદશ પ્રભુ નરસિહનો પ્રાગટ્યદિન ૯ સુધી દક્ષિણ ભારત મા દિપોત્સવ તરીકે ઉજવાય છે ઘણા તો અંખડ જ્યોત (અખંડ દિવો) રાખે છે. તો આવો જાણીએ નરસિંહ ભગવાનના અવતાર નુ કારણ.
પુર્વે હિરાયાક્ષ અને હિરણાકશ્યપ બે રાક્ષસ હતા જે પુર્વે ભગવાન વિષ્ણુ ના દ્વારપાલ હતા પરંતુ દરવાજે મુનિ આવ્યા અને ભગવાનના દર્શન કરવા અંદર જવા કહ્યા ના પાડતા મુનિ એ શ્રાપ આપ્યો તો જય-વિજ્ય દ્વારપાલ કરગરી પડતા મુનિએ કહ્યુ કે શત્રુ ભાવે ત્રણ જન્મમાં મુક્તિ ભક્તિભાવે સાત જન્મે. જય-વિજ્યે શત્રુ ભાવ માંગતા મુનિએ તથાસ્તુ કહ્યુ અને પ્રભુ મુક્ત કરશે આ પછી પહેલો અવતાર હિરણાક્ષ અને હિરણાકશ્યપ. કોઈ રીતે હિરણાક્ષ નો વધ થયો હિરણાકશ્યપે બ્રહ્માજી નુ તપ કર્યુ બ્રહ્માજી પ્રસન્ન થયા વરદાન માંગવા કહ્યુ હિરણાકશ્યપ કહે "દિવસે નહી રાત્રે નહી જળમાં નહી સ્થળમા નહી દિવસે નહી રાત્રે નહી દેવ દાનવ ના હાથે નહી. કોઈ હથિયાર નહી અગ્નિથી નહી બ્રહ્માજીએ તથાસ્તુ કહેતા રાક્ષસ બળુકો થઈ સમગ્ર ભુમિ પાતળ અને દેવ લોક માં વિજ્ય કર્યો .હિરણાકશ્યની પત્નિ કાયારણી ગર્ભવતી હતી મુનિના આશ્રમ માં મુકી આવ્યો . ત્યાં ના સંસ્કાર પ્રમાણે ધાર્મિક સંસ્કાર ધરાવતા ભક્ત પ્રહલાદનો જન્મ થયો તો હિરણાકશ્યે ભગવાનની પુજા બંધ કરાવી . પ્રહલાદને ગુરુકુળમાં ભણવા મોકલ્યા ભણી ને આવતા પ્રહલાદને પુછ્યુ સૌથી શક્તિ શાળી કોણ. પ્રહલાદે જવાબ આપ્યો આથી હિરણાકશ્યપ ગૂસ્સે થયો . પ્રહલાદ પર જુલ્મ કર્યો પણ પ્રહલાદને કોઇ અસર ના થઈ છેલ્લે હિરણાકશ્યપની બહેન હોલિકા ને વરદાનમા ચુંદડી મળી હતી તે અગ્નિમાં રક્ષા કરે તો અગ્નિ સળગાવી હોલિકાનાં ખોળામાં પ્રહલાદને લઈ બેઠી તો વાયુદેવે ચુંદડી ઉડાડી પ્રહલાદ પર ઓઢાડી હોલિકા બળી ગઈ આમ પ્રહલાદ બચી ગયા. એ દિવસ ફાગણ સુદ પુનમનો દિવસ .હંરણાકશ્યપ બહુ ક્રોધિત થયો એ નવા પેંતરા રચ્યા આ બાજુ વૈશાખ સુદ છઠ થી દિવસ ફરવા લાગ્યા અને લોખંડનો થાંભલો લાલ ચોળ તપાવી ભક્તરાજ પ્રહલાદ ને પુછ્યુ ભગવાન કયાં ? તો પ્રહલાદ કહે સ્થળમાં વાયુ મા અગ્નિમા જળમાં,તો હિરણાકશ્પ કહે સામે થાંભલો છે જા ભેટ . પ્રહલાદ ભગવાનના ભરોસે જઈ થાંભલાને બાથ ભરી સંધ્યા કાળ હતો ભગવાન નરસિહ પ્રગટ થયા હિરણાકશ્યપને પકડી એના મહેલનાં ઉંબરે બેઠા ખોળામાં લીધો નખથી ચીરી પુરો કર્યો હિરણાકશ્યપ ને બ્રહ્મા વરદાન મુજબ સંધ્યા કાળ સવાર નહી રાત નહી ઘરનાં ઉંબરે મતલબ જળ સ્થળ માં નહી તેમજ દેવ દાનવ કોઈ નહી અર્ધ માનવ અર્ધ સિંહ મતલબ નર નહી પશુ નહી ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થયા એ દિવસ વૈશાખ સુદ ચૌદશ નો હતો . બોલો સનાતન ધર્મ નો જય .
ભક્ત પ્રહલાદ નો પુત્ર ઉત્તનપાદ અને અેમનો પુત્ર ધ્રુવ આજે ધ્રુવનો તારો જેમને નભો મંડળમા સ્થાન મળ્યુ
પછી વૈશાખ સુદ છઠ થી ચૌદસ ના નવ રાત્રી ભગવાન નરસિહના મનાવાય છે . બોલો નરસિંહ ભગવાનકી જય