શીર્ષક- સાચો માર્ગ
પહેલો મેસેજ કોન કરશે?
પહેલું અભિનંદન કોણ કરશે?
આ તે કેવો માર્ગ
જ્યાં નથી રહી કોઈની લાગણી
બસ રીત છે દેખાદેખીની
માર્ગ સાચો છે કે ખોટો
એ નક્કી કરે છે google map
રહેવા માટે રહેઠાણ ક્યાં રહ્યા છે હવે
ઠેર ઠેર છે મકાન
જેના દરેક ખૂણે ખૂણે છે કાન
રીત નથી કોઈ, ચિત નથી કોઈ
નથી કોઈ સાચી વાત
બસ રીત છે એક કરવી અદેખાઈ
આમાં કેવી રીતે મળશે સાચો માર્ગ
✍️ ખુશાલી એ પરીખ