#વીસરવું
મળવું છે તમને
આજ એ રીતે
કે ખુદને પણ હું વીસરી જાઉં
વાતો કરવી છે તમારી સાથે એટલી કે બસ દુઃખને હું વીસરી જાઉં
આંખોમાં ખોવાઈ જવું
છે તમારી એ રીતે
કે આંસુઓ ને હું વીસરી જાઉં
બંધાઈ જવું છે અતુટ બંધનમાં તમારી સાથે
એવું કે આખી દુનિયાને વીસરી જાઉં
બસ મળવું છે તમને
આજ એ રીતે
કે ખુદને પણ હું વીસરી જાઉં