કોરોના, એક વૈશ્વિક મહામારી..
લોકડાઉન એક કુદરત દ્વારા નિર્મિત એક પરિસ્થિતિ થકી માણસ પોતાને બચાવવાનો એક નાનો પ્રયાસ કરી શકે એમ છે એનો જ જવાબ છે પણ, પરિસ્થિતિ કુદરત દ્વારા નિર્મિત છે એ કહેવું પણ અયોગ્ય જ છે. એતો જે કર્મ કરતાં આજે એ સઘ્ધર થયો છે એનો જ આ તાગ છે... માણસ પોતાનાથી કેટલો દૂર છે એ એનો જવાબ ક્યાંક કોઈ ને મળ્યા છે તો ક્યાંક કોઈ ને નથી મળ્યા .. મારું માનવું છે ત્યાં સુધી હજી શૂન્ય પ્રતિશત લોકો અણજાણ જ છે તેના જીવન નું લક્ષ્ય શું છે.. પણ લોકડાઉન ના લીધે એટલું તો ચોક્કસ જાણી શક્યો છે તે એક પાંગળું છે એ પરમપિતા ભગવાન આગળ..જે ભી છે એના જોડે જે એ ઘમંડ લઈ ફરે છે જે શૂન્ય માં ભાગનું પણ નથી ... પોતાને પ્રગતિ ના પંથે લઇ જતા આજે એ ક્યાં આવી પહોંચ્યો છે એનું એને પોતાને જ ખ્યાલ નથી ને જે રીતે પ્રકૃતિ ને હળતો આવ્યો છે એનું નુકસાન તો આજે એને ભરપાઈ કરવું જ રહ્યું ને આવનારી પેઢી ને પણ......
વાત છે પોઝિટિવિટીની કેમ જીવશે હવે એ?? લોકડાઉન માં કેવું જીવ્યો? ને એનાથી શું ફાયદા થયા??
જેના ખોળામાં બેઠા છીએ એનું તો રક્ષણ કરવું જ રહ્યું જોકે એને આપણા રક્ષણ ની વધુ ચિંતા છે કેમ કે રકતરંજિત પૃથ્વી એ દેખી નઈ શકે..ને દુનિયાની કોઈ "માં" પોતાના બાળકને પીડા આપતા જોઈ નથી "ન ભૂતો ન ભવિષ્યતિ" ...એના પર વિશ્વાસ રાખી law of attraction ને જ સમજવું જ રહ્યું. જીવન નો ઉદ્દેશ સમજવું કે કેમ કરતા કોઈ ના નાના માં નાના કામ માં આવી શકાય...એક અંધને રસ્તાની બીજી બાજુ લઈ જવાની ખુશીનો આનંદ તો માણી જોવો..એક લારી વાળા કાકાની લારી તો ખેંચી જોવો ... આનંદ ક્યાં ક્યાં મળે છે..એ દિવસ ની તાજગી કેવી રહે છે... ઘરના આંગળે ઉભેલી ગાય ને રોટલી ખવડાવી એના વાછડાં ને પંપાળી તો જોવો...બસ એવી નાની નાની વાતો માં મળતી ખુશી તો જીવન નો મુખ્ય આધાર છે..એમ કંઈ શોધવા જવાથી જીવન નો મર્મ નઈ સમજાય!! આટલા નાના કામ થી પોઝિટિવિટી ઘર કરતી જશે ને પૂરું શરીર એનું જ નામ જપતું રહેશે...જો દુનિયા ના દરેક વ્યક્તિ આજ રીતે કામ કરતા રહેશે તો depression નો ક્યાં જન્મ થયો તો એજ ભુલાઈ જશે.....
છેવટે તો પોતાની સાથે બધું હોય કે ના હોય (જે તમે માનો છો કે તમારા જોડે કંઈ નથી) એના સાથે આંતરિક ખુશી કેટલી છે ને ક્યાં થી મેળવવી એજ સાર છે આ દીર્ધાયુ જીવનનો....
- ડો. અવનિ કડિયા "અગ્નિ"14/5/2020