💓એક ભોળાનાથની પ્રેમ દીવાની💓🙏
એક પ્રેમ દીવાની તારી ભોળા તને લખું એક પત્ર અમસ્તા.
તું નિશ ચારેકોર વ્યાપ્યો હ્ર્દયમાં મુજ પગરવ તુજ વસતા
સર્વ દિશાઓમાં સમસ્ત બ્રહ્માંડમાં તારું સ્મરણ કરું હસતા
તારી ભક્તિ મને અતિ પ્યારી તે વિષ પણ પીધું સર્વ જાણતાં
તું પ્રચલિત એક વિનાશકારી દેવ સ્વરૂપે ફકીર જોગી રમતા
તને જોયું આંખોમાં જે મળે નિહાળીને અસીમ મનને શાતા
તું હોય દેવોનાદેવ મહાદેવ તને ઉમાંપાર્વતી દિલથી પ્રેમ કરતા
એક આસવ કેરો ભક્તિ રંગ મુજપે ચડે તુજ મનમંદિરે ભમતા
નશો અદકેરો ભોળાના નામનો એ ચઢિયાતો જે ભાંગ કરતા..
"ભાવુ'' ભોળાની દીવાની હવે મન રાત દિવસ તને જ ભજતાં
ના સંસાર ની માયા મુજને રહી તારા પ્રેમચક્ષુ જ મને ગમતાં