સબંધોની સંહિતા અહીં કોણ સમજે છે
શબ્દ મમૅ ની ભાષા અહીં કોણ સમજે !!
વસિયતમાં નામ છે લાંબુ માનવતાનું
પણ મનને મનાવી
કોણ તેને યાદ કરે ?
જાણે કોઈની આશા છે અમર
માને કોઈ માનવતા ની ભાવના !!
પણ અહીં અર્જુનને કોણ પૂછે તારા ગુરુ કોણ ??
સબંધોની સંહિતા વાવતા અહીં
હજી ગીતા ઊપજે છે
પણ કોણ કહે અહીં
અર્જુન ના ગુરુ શ્રી કૃષ્ણ છે.
જે માનવતા ને ખાતર રહે સૌના હૈયામાં!
અહીં કળયુગની કઠનારી છે
અહી ક્યાં કોઈ અજાન ની વાચા ઉપજે છે..??
*અજાન વીરુ*