જયારે વરસાદી વાંછટ મને અથડાય
ત્યારે મન મારું ભીંજાય તારી યાદ થી
ત્યારે મન મારું ગાવા લાગે રાગ મલ્હાર
ત્યારે મન મારું થાય વ્યાકુળ તારી રાહમાં
જ્યારે વરસાદી વાંછટ મને અથડાય
ત્યારે મન બને પુલકિત તારી સ્મૃતિથી
ત્યારે પળ યાદ આવે સાથે ભીંજાયાની
ત્યારે મન ખુશ થાય તારા આગમનથી