"ચાહત"
〰️〰️〰️
ચા હતી,તું હતી ને એક સાંજ હતી.
મૌન હતું, મુરાદ હતી ને મિલન હતું.
વાત હતી, વિગત હતી ને વિદાય હતી.
પીપળાના ઝાડની નીચે બે જાન હતી.
ગોપી હતી,મીરા હતી કે રાધા હતી.
પહેલાંનાં યુગમાં જોઈ હતી.
આજના યુગમાં જોવા મળી હતી.
જુગલ જોડી પછી પણ જોવા મળશે.
✍️જાની.જયા.એચ.તળાજા. "જીયા"