માં શબ્દ માં જ હુંફ સમાયેલી છે
માં ના હ્રદય માં ફુલ જેવી
સુંદર અને કોમળ હુંફ છે
એમની સ્મિત માં જાદુઈ હુંફ છે
એમના ખોળા માં સૂતા, થતો એે
હાથનો વહાલ સોયો સ્પર્શ હુંફાળો છે
એમના હોંકારા માં છલકાઈ છે હુંફ
મમતા ના સુમધુર સ્વાદ થી બનાવેલી
એમની સ્વાદિષ્ટ રસોઈ કેવી હુંફાળી લાગે છે
પ્રેમ , કરુણા અને મમતા થી સભર
માં ની લોરી માં હુંફ છે,
માં નો સ્પર્શ થતા આવી જતી એે ઊંઘ હુંફાળી છે
માં બોલતાં જ થતી એે અનુભૂતિ માં હુંફ છે
માં એે ઈશ્વર આપેલી હુંફાળી ભેટ છે
જેની સાથે અને પાસે છે તેઓ નસીબદાર છે
" હુંફ " અને "માં" એકબીજા ના પર્યાય છે.
જ્યા માં છે ત્યા હુંફ છે
અને
જ્યા હુંફ છે ત્યા માં છે.
#હૂંફ