અગાધ સાગર નો કિનારો તું
બની નદી તારાં માં સમાઈ હું
દેખે તને સૌ ખારાશ ભર્યો
મરજીવા બની મોતીડાં વિણતી હું,
અદશ્ય સ્વરૂપ ધરાવતો તું
હવા સમજી શ્વાસ માં સમાવતી હું
જો ના હોય અહેસાસ માં તું
જીવ સાથે જીવતી લાશ બનું હું,
આભ બની અડિખમ ઉભો છે તું
ધરા બની મિલન નેં તરસતી હું
દુર રહી આગ_મેઘ વરસાવતો તું
એ અમૃત થકિ લીલીછમ ખિલતી હું,
અન્ય સામે આગ થઈ ફરતો તું
અંતર થી ખુદ ને બાળતા જોતી હું
જાણતો છતાં અજાણ બનતો તું
હવે કેમ કરી તને સમજાવું હું,
દેહ થી ભલે માઈલો દૂર હો તું
આત્મ મારો સમજતી હું
મારો પંચતત્વ નો પ્રેમ તું
તારાં માટે જ સજૉયી હું.
_અપેક્ષા દિયોરા