પહેલો વરસાદ.......
કાળજાળ ગરમી થી ઉકળતા હૈયા
ને ઠંડક આપતો પહેલો વરસાદ
હુ પણ આમ જ ભીંજાણી છૂ
મારા પહેલા પ્રેમ ના પહેલા વરસાદે
અે દીવસ તને મીઠી જીભ લીધા પછી
જોવાનો હતો પહેલી વખત..!
તને જોયા પહેલા ન જાણે
કેટલા તોફાન મારા રમાય ચુકયા હતા.
તને જોવા મન એવુ હિલોળે ચડયૂં,
આખી રાતે આંખે મટકુ શુધ્ધા ન માર્યું
બસ જલ્દી સવાર પડે,
અને તને મળુ.
બાબરા થી રાજકોટ,
નો સફર 80 કીમી થી 800 કીમી
જેટલો લાગવા માંડયો હતો.
જાણે બસ દોઢ કલાકે નહીં દોઢ દિવસે
પહોચાડશે,
એવુ લાગી રહયુ હતૂ.
અને બસ આજી ડેમે પહોચી...!
ત્યા તો હૃદયએ એક નવી જ
ગતી પકડી લીધી,
પછી તો બસ અને હૈયુ
પુરપાટ ભાગવા માંડયા.
શૂ રીંગ રોડ, સોરઠિયા વાડી,
ભકિત નગર, બસ સ્ટેન્ડ કેમ આપ્યું કાંઈ ખબર જ નો પડી
હુ મારા ધબકતા હૈયા ને સાચવૂ કે,
બેકાબૂ મન ને,
આ અસમંજસ મા તારી
પાસે કયારે આવી પહોચી
ખબર જ નો પડી.
અને તને જોતા ની સાથે જ
litterly હૃદય ગતી ચુકી ગયૂ
એવૂ અનુભવ થતો હતો.....
અને તારૂ મારી આંખ મા,
આંખ નાંખી ને જોવુ,
અને થોડા પળ માટે
બે હૈયા નુ એક થઇ જવુ,
જાણે કળી નુ ફુલ, બનવા સમાન હતુ.
હજી તો હુ તારા આંખ ના નશા માથી પોતાન7
મુકત કરવાની મથામણ કરતી હતી ત્યાં તો તે,
તારા હાથ થી મારો હાથ,
એટલા કસીને પકડી લીધો કે ,મારા માટે સમય જ થંભી ગયો.
જણે મારા હૃદય માં વિજળી દોડી ઉઠી.
અને મારી આંખમાં જોય ને કહેવું,
હવે આ હાથ કયારેય નહી છોડુ,
વિશ્વાસ રાખજે મારા ઉપર
તુ ભલે....મારી life મા આવનારી,
પહેલી વ્યક્તિ ના હોય ........પરંતુ
છેલ્લી ચોક્કસ છો.
આપણી આ મુલાકાત મારી માટે પહેલા વરસાદ થી કમ ન હતી
(જાણે તપતા રણમાં એક વાદળી વરસી ને ઠંડક પ્રસારી જાય મારા માટે આટલી જ યાદગાર હતી આ મુલાકાત)
અને હજી એ જ તારા પ્રેમ નાં વરસાદ માં રોજ ભીંજાઈ ને
પોતાને રોજ નવી
પામુ છુ...