સુના મનનાં સાગરની, લહેરાતી લહેરોની,
સાહિલને સ્પર્શે જેમ, ભીની થતી આ રેતીની..

યાદો બની, સ્મૃતિમાં વસતા સ્મરણોની,
પાંપણે પાર કરી, આંખોની ઊંડી ઝીલની..

જોને બદલાઈ છે રંગત આ ચહેરાની,
બદલતા મૌસમમાં સંગત, મળી એક નજરની..

બેચેન હૈયે ખલીપાની, આ સંજોગની,
એ સમયની, એ પળની તારી મારી મુલાકાતની..

એ ડગર પ્રેમની, છે અસર પ્રેમની..
સલામ છે રાહબર બની, કરી નજર પ્રેમની..
દર્શના
#સલામ

Gujarati Poem by Darshana Hitesh jariwala : 111526280

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now