#બહુવિધ
બહુવિધ ચહેરા ધરાવતો ઓ માનવી,
તું બહુરુપિયો નથી યાદ રાખ.....
લોભમાં એટલો નીચ તો કેમ થઇ ગયો
કે ચોરી સાથે માર-ફાડ પણ થવા લાગી
બહુવિધ ચહેરા ધરાવતો ઓ માનવી,
તું બહુરુપિયો નથી યાદ રાખ.....
વાસના ના ચક્રવ્યૂહ માં એવો તો કેમ જતો રહ્યો
કે માનવતા પણ વિસરાય ને બળાત્કાર થવા લાગ્યા
બહુવિધ ચહેરા ધરાવતો ઓ માનવી,
તું બહુરુપિયો નથી યાદ રાખ.....
ક્રોધ એવો તો કેટલો વધી ગયો
કે પોતાના સંબંધો માં તિરાડ લાવવા લાગ્યો
બહુવિધ ચહેરા ધરાવતો ઓ માનવી,
તું બહુરુપિયો નથી યાદ રાખ.....
મોહ માયા ના કુંડાળા માં એવો પગ તો કેમ પડ્યો
કે ખોટા કામ કરતા પણ મન માં ન ડંખ્યું
બહુવિધ ચહેરા ધરાવતો ઓ માનવી,
તું બહુરુપિયો નથી યાદ રાખ.....
અહંકાર "હું જ હોવાનો" ક્યારે થઇ ગયો
કે ઈશ્વર કરતા ઉચ્ચ દરજ્જો પોતાનો સમજતો થઇ ગયો
બહુવિધ ચહેરા ધરાવતો ઓ માનવી,
તું બહુરુપિયો નથી યાદ રાખ.....
-પર્લ મહેતા