ઈશ્વર તારી આ દુનિયાના મેળામાં,
બહુવિધ માનવોને જોયા છે,
દિવસ આખો હસતો રહે, અને,
રાત્રે ઓશીકા ભીંજવી નાખતા,
માનવો ને જોયા છે,
ગાંધીવાદી બની અહિંસાના પાઠ ભણાવતા,
અને જીભથી આખેઆખા ચીરી નાખતાં,
માનવો ને જોયા છે,
ઈશ્વર તું અને કુંભાર બને મૂર્તિકાર,
તારી બનાવેલી મુર્તીઓ ને લડતા,
અને કુંભાર ની મૂર્તિ આગળ નમતા,
માનવો ને જોયા છે,
સ્વાભિમાની રહેવાની લાલચમાં
આગને કાગળમાં વીંટી સાથે રાખતા,
માનવો ને જોયા છે.
ઈશ્વર તારી આ દુનિયાના મેળામાં,
બહુવિધ માનવો ને જોયા છે.
#બહુવિધ